Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંગ્રેજોની લૂંટ 🇬🇧.
ટાંકવામાં આવતા ફિગર પ્રમાણે અંગ્રેજ શાસકોએ ભારત પર તેમની ૧૯૦ વર્ષ લાંબી હકૂમત દરમ્યાન ૪૫,૦૦૦ અબજ પાઉન્ડ જેટલી આપણી સંપત્તિ પોતાના દેશભેગી કરી દીધી. આંકડામાં ફરક ઓગણીસ-વીસ જેટલો કે પછી વધારે શાસકોએ પણ હોય, પણ એટલું સાચું કે મધદરિયે અંગ્રેજ ચાંચિયાઓએ તે દલ્લામાં લૂંટેલા ખજાનાનો તેમાં સમાવેશ
થતો નથી. સૌથી મોટો ખજાનો ગંજ-ઇ-સવાઇ વહાણનો હતો.
સપ્ટેમ્બર, ૧૬૯૫માં યમનથી સુરતઆવી રહેલા ૧,૫૦૦ ટન
વજનના અને ૪૦ તોપો ધરાવતા એ વહાણને હન્ની એવરી
નામના ચાંચિયાએ એડનના અખાતમાં આંતર્યું. સામસામી
ગોલંદાજી ત્રણ કલાક ચાલી. એવરીના છાપામાર કાફલામાં
૧૫ સશસ્ત્ર વહાણો હતાં. છેવટે ગંજ-ઇ-સવાઇને તેણે કબજે લીધું. આજના ભાવે ૧૨ કરોડ ડૉલરનાં ગણાય એટલાં સોનું-ઝવેરાત લૂંટી લીધાં.

https://www.facebook.com/share/p/15oQWnqKbu/

Gujarati Blog by Gautam Patel : 111970783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now