" રસોડું મને સર્જકતાનું કેન્દ્રબિંદુ લાગ્યું.
ઘઉંનો લોટ બાંધુ ત્યારે ઘઉંના ખેતરો દેખાય.
પાણી જોઉ ત્યારે મને વહેતાં ઝરણાં અને નદીઓ દેખાય.
ચોખા પલાળુ ત્યારે ડાંગર કમોદનાં ખેતરો ગળે વળગે.
નમકની શીશીમાં આખો દરિયો ભર્યો હોય એવું લાગે અને પાટલો-વેલણ જોઉં ત્યારે મારી બા યાદ આવી જાય."
અલવિદા કવિશ્રી અનિલ જોશી ✍️🙏