કોઈ એક ઘટના,વ્યક્તિ કે વસ્તુ પાછળ રીબાઈને જીવવું એના કરતા જીવનમાં આગળ વધવું એ સારી બાબત છે. આગળ વધવા માટે થોડો સંઘર્ષ થશે પરંતુ જેમ જેમ આગળ વધશો તેમ તેમ વધુ ખુશ થશો. તમે માનશો કે પ્રભુએ જે યોજનાઓ ઘડેલી છે એ તમારી પોતાની ઘડેલી યોજનાઓ કરતા ઘણી સારી અને સુંદર છે. જીવનને એક આનંદ તરીકે સ્વીકારવું અને સ્વીકાર્યા બાદ આનંદ તરીકે જ જીવવું એ પોતાનામાં હાસિલ કરેલી એક સૌથી મોટી અચીવમેન્ટ છે.
- Nency R. Solanki