Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફલોદી

લોકસભાની ગત ચૂંટણી પહેલાં રાજસ્થાનના ફલોદીનું
સટ્ટાબજાર સોશ્યલ મીડિઆમાં ખૂબ ચગ્યું. અમુક લોકોને
પહેલી વખત ખબર પડી કે ફલોદી ભારતમાં સટ્ટાનું
પાટનગર છે, જ્યાં ધૂળ અને ઢેફાં જેવી બાબતો પર પણ
બોલી લગાડવામાં આવે છે--જેમ કે હવામાં ઉછાળેલો જોડો
ચત્તો પડશે કે ઊંધો તેના પર લોકો દાવ રમે છે.
વિષયોની કમી હોતી નથી, એટલે સવારે 11:00 વાગ્યે ખૂલતું
સટ્ટાબજાર દિવસભર ધમધમતું રહે છે.
અહીં કરવાનું થતું વિવરણ છે તો ફલોદીને લગતું, પણ
તેના કેન્દ્રમાં વિજ્ઞાન છે. કંઇક નવું જાણવા માટે વાંચો.
ફલોદીના સટ્ટાખોરોને મીડિઆએ ચૂંટણી વખતે સરઆંખોં પર બેસાડ્યા, ત્યાંના જ રતનલાલ માલૂ રાષ્ટ્રીયને બદલે ‘માત્ર’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા.
જોધપુરથી નીકળતો State Highway 114 પકડી મોટર
હંકારો તો અંતે જૈસલમેર પહોંચાય છે, પરંતુ ફલોદી માટે
એટલે સુધી જવાનું હોતું નથી. અણુપ્રયોગોના સ્થળ તરીકે
જાણીતું પોખરણ આવે તે પહેલાં State Highway 28
કહેવાતો ફાંટો પડે છે, જે રસ્તે ૪૦ કિલોમીટર અંતરે ફલોદી
છે. અહીંથી માત્ર એકાદ કિલોમીટર ઉત્તર તથા ઉત્તર-પૂર્વ
તરફ જાવ ત્યારે એકદમ જુદા પ્રકારનું ભૂપૃષ્ઠ નજરે ચડે
છે. રેગિસ્તાની રેતી ક્યાંય દેખાતી નથી. ખીણ જેવો સહેજ
નીચાણવાળો સપાટ પ્રદેશ અહીં પથરાયેલો છે. ભૂસ્તરવિદો
આવા પ્રદેશને peneplain કહે છે. સાધારણ રીતે પાણીએ
કરેલા ધોવાણને લીધે રચાયો હોય છે.
ફલોદી સમીપના પ્રદેશનું ધોવાણ પાણીએ નહિ, બરફે કર્યું
છે. આશરે ૨૯.૯ કરોડ વર્ષ અને ૨૯.૦ કરોડ વર્ષ પહેલાંના
(વચગાળાના ૧૦ લાખ વર્ષ દરમ્યાન) ભારતીય ઉપખંડ
અલ્પકાલીન હિમયુગનું સાક્ષી બન્યું. આ સમયગાળો એ કે
જ્યારે સમુદ્રમાં ઉદ્ભવેલા સજીવો જમીન પર આવવા લાગ્યા
હતા. પહેલ કરનાર દેડકાઓ હતા. જળ અને સ્થળ વચ્ચે
આંટાફેરાને લીધે તેઓ ઉભયજીવી બન્યા. ત્વચા વાટે ‘શ્વાસ’
લેવા માટે પૂરતો ઑક્સિજન પણ તેમને મળી રહ્યો, કેમ કે
ત્યારે વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણે (હાલના ૨૧% ને
બદલે) ૩૫% હતું.
હિમયુગની સમાપ્તિના અંતિમ ચરણમાં બરફના પોપડાએ
સંકેલો કરી લીધો. જમીન બરફના વજનને લીધે જ્યાં
દબાયેલી ત્યાં બરફ પીગળ્યો, પરંતુ નીચાણને લીધે
પાણી ઓસર્યું નહિ. આ છીછેરી ખીણ પછી તો
વરસાદી પાણીનું સંગ્રહસ્થાન એટલે કે સરોવર બની.
જલજ વનસ્પતિ અને તેમનાં બિયાં છીછરાં પાણીમાં
ઉદ્ભવ્યાં. કંઇક અંશે સંજોગો ભરતપુરની કેવલાદેવ
બર્ડ સેન્ચ્યુરી જેવા હતા. જો કે ઋતુપ્રવાસી પક્ષીઓ
આકર્ષાય એટલા અનુકૂળ નહિ. જગ્યા ખીચન નામે
ઓળખાતી હતી.
એક પરગજુ દયાવાન મનુષ્યના પ્રતાપે ૧૯૭૦માં
સંજોગોએ પાટા બદલ્યા. આ સજ્જનનું નામ
રતનલાલ માલૂ, જેઓ મારવાડી જૈન હતા. હંમેશાં
ધર્મના માર્ગે ચાલવું એ તેમની ટેક હતી. ૧૯૭૦
પહેલાં ઓડિશામાં નોકરી કરતા હતા. નોકરી છૂટી
ગયા બાદ પત્ની સાથે તેમના મૂળ ગામે વસવા ફલોદી
આવ્યા. કામધંધો ન હતો. એક મંદિર હતું. કબૂતરોને ત્યાં ચણ
નાખવાનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું. ક્યારેક ચણાનો અને
ક્યારેક બાજરાનો થેલો ભરીને પતિ-પત્ની મંદિરના પ્રાંગણે
જતાં હતાં. મારવાડી જૈન સમાજ બહુ મોટો, એટલે કબૂતરો
આરોગી શકે તેના કરતાં વધારે ચણ અનુદાનમાં મળતા હતા.
એક વાર રતનલાલ માલૂએ વધારાના ચણ બીજાં પક્ષીઓને નાખવા સાડા પાંચ કિલોમીટરના અંતરે ખીચન
નરોવરની મુલાકાત લીધી, સરોવરના કાંઠે દાણા વેર્યા. થોડા
ખત પછી કૂતુહલ પ્રેરતું દૃશ્ય જોવા મળ્યું. ઊંચાઇમાં સારસ
વડાં, પણ દેખાવે સાવ જુદાં પક્ષીઓ ખીચન પર ચણવા માટે
આવી પહોંચ્યાં. રતનલાલ માલૂ પક્ષીશાસ્ત્રી હોત તો પામી
ત કે એ કુંજ / Demoiselle crane હતાં. સાઇબિરિયાથી,
દક્ષિણ યુરોપથી અને મોંગોલિયાથી ભારતમાં શિયાળો
ગાળવા માટે આવ્યાં હતાં. સળંગ બે અઠવાડિયાં સુધી કુલ
૫,૦૦૦ કિલોમીટરનો ઋતુપ્રવાસ ખેડ્યો હતો.

Gujarati Blog by Gautam Patel : 111969528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now