..." બાપની પડછાઈ "
માથા પરથી એવી રીતે બાપની પડછાઈ ગઈ;
જાણે કે ખીલેલા ફૂલની જ ડાળી કરમાઈ ગઈ;
વાત તો હતી ફકત પેટનો ખાડો પૂરવા પૂરતી જ,
હાથ લંબાવ્યો બાળકે વાત ગામમાં ચર્ચાઈ ગઈ;
કોઈ તો કહો કે આ ગરીબીનું હવે કરવું પણ શું?
ચુંદડી સરકી ફાટેલી ને એ જગમાં વગોવાઈ ગઈ;
ન્હાતો રહ્યો એક બાપ સદા મહેનતના પરસેવાથી,
કપાતર સંતાન પાકતાં એની મહેનત વેડફાઈ ગઈ;
ના જાણે આ જમાનો ક્યાં આવીને ઊભો રહેશે,
લાજ ગઈ, શરમ ગઈ, સભ્યતા ગઈ ને સાદાઈ ગઈ;
કહેવી હોય કોઈ વાત તો કહેવી કઈ રીતે? "વ્યોમ"
ના કહેલી એ વાત પણ દિવાલને સંભળાઈ ગઈ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.