નિયમોનો પ્રસાર કરીને,
ભારત ને પ્રખ્યાત કરે છે.
વિશ્વમાં વિખ્યાત થઈને,
યુનેસ્કો ના નામે ચડે છે.
389 સભ્યોના ભાગમાં,
એવી સમિતિની રચના કરે છે.
166 બેઠકોનું આયોજન કરીને,
11 સત્રો નો સુયોજન કરે છે.
રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષ પદ આપી,
આંબેડકર ઘડવૈયા બને છે.
લોકશાહી બિનસાંપ્રદાયિકતા.
સંઘરાજ્ય અને પ્રજાસત્તાકમાં પ્રસાર કરે છે.
બંધારણને ધ્યાનમાં રાખીને,
ન્યાયતંત્ર નાગરિકનો ન્યાય કરે છે.
મૂળભૂતકો અને ફરજ જણાવી,
નાગરિકને સુબોધ કરે છે.
9/12/46 માં શરૂ થઈને,
26/11/1949 માસ સ્વીકાર થાય છે
1083 દિવસનું કામ કરીને,
બંધારણ સભ્યોને માન મળે છે.
ભારતનું જીગર છે બંધારણ,
નથી ભારત સાધારણ.