Gujarati Quote in Poem by Bindu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દૂર છો તું છતાંય હૃદયમાં છો
તારી એક મુલાકાત માટે હૃદય ઝંખે છે
મળવા તને મન ખૂબ આતુર છે
તને મળીને આનંદિત થાવ છું
પણ તારી એક મુલાકાત પછી હું બેચેન બની જાવ છું
કેમ કહું તને કે તું શું છો મારા માટે
તું એટલે મારા હૃદયનો ધબકાર
તું એટલે મારી સવારની પ્રભાત
તું એટલે મારી સાંજની સંધ્યા
તું એટલે મારા જીવનનો ઉત્સાહ
તું એટલે એક મારી મિત્ર
તું એટલે મારો પડછાયો મારું પ્રતિબિંબ
તારા એક વિચાર માત્રથી મન મારું પ્રફુલિત થઈ જાય છે
શું કહું તને કે તું શું છું મારા માટે
તું શું જાણે હું બસ માત્ર તને અને તને જ પ્રાધાન્ય આપું છું
તું છો મારું સર્વસ્વ
મારું જીવન તું જ થકી જ છે
તું મારા જીવનનું હાર્દ છે
તારા સંવાદ મારા પ્રાણ વાયુ છે
તારી એ નાની નાની વાતો મને ખૂબ ગમે છે
અને તારી વાતો સાંભળતા સાંભળતા મારી ઊંઘ કરવાની આદત તને બહુ ગમે છે
હું હંમેશા દ્વારકાધીશની આભારી રહીશ કે આટલી ડાય દીકરી મને તે આપી મારી વ્હાલી ઢીંગુ.....
૦૩/૦૫/૨૩

Gujarati Poem by Bindu : 111968030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now