ખુમારી લીમડા જેવી સાગમાં નથી,
કુંડમાં જે ફૂલ છે એવું બાગમાં નથી.
આંખોની ઈર્ષા જ સર્વનાશ નોતરશે
માનવમાં છે ઝેર એ નાગમાં નથી.
ધારશે તો આખી સૃષ્ટિ ખાખ કરી દેશે,
યાદો સળગાવવાનું ગજું આગમાં નથી.
એક ચપટીથી જ સાત જન્મો રંગાઈ જશે,
સિંદૂર જેવો ઘાટો રંગ, ફાગમાં નથી.
ઈશ્કની ચોપડીઓ ઘણી લખી દીધી તોય,
થોડી પણ મોહબ્બત પીયૂષના ભાગમાં નથી.
પીયૂષ ગોસ્વામી..