એક ફરિયાદ મેઘ ને નામ .....💛💚
( ખાસ પાલનપુરની આસપાસ વિસ્તારમાં રહેનારની 😂)
---------------------------------
🌧️🌧️માવઠું🌨️🌧️
એય! વધારે નહીં તો થોડું મોકલો,
એકાદ પ્રીતનું મીઠું માવઠું તો મોકલો.
સૂની ધરા, અંબર ને વીજ ચમકારા,
ઝાઝો નહીં થોડો, રાજીપો તો મોકલો.
વાદળોનો ગડગડાટ લાગે છે કકળાટ,
વરસી મેડીએ, મજાનું એક ગીત મોકલો.
આવે તો છે! તો ચાલ્યો ક્યાં જાય છે?
અધ્ધરતાલ છે એ હાશકારો તો મોકલો.
હથેળીને તો સ્પર્શની આદત છે તારી,
હેલી બની, આલિંગનમાં સ્પંદન મોકલો.
©વનિતા મણુંન્દ્રા ( વાણી )
બનાસકાંઠા