Quotes by vaani manundra in Bitesapp read free

vaani manundra

vaani manundra Matrubharti Verified

@vanitapatel844gmail.com1608
(58)

એક ફરિયાદ મેઘ ને નામ .....💛💚
( ખાસ પાલનપુરની આસપાસ વિસ્તારમાં રહેનારની 😂)
---------------------------------
🌧️🌧️માવઠું🌨️🌧️

એય! વધારે નહીં તો થોડું મોકલો,
એકાદ પ્રીતનું મીઠું માવઠું તો મોકલો.

સૂની ધરા, અંબર ને વીજ ચમકારા,
ઝાઝો નહીં થોડો, રાજીપો તો મોકલો.

વાદળોનો ગડગડાટ લાગે છે કકળાટ,
વરસી મેડીએ, મજાનું એક ગીત મોકલો.

આવે તો છે! તો ચાલ્યો ક્યાં જાય છે?
અધ્ધરતાલ છે એ હાશકારો તો મોકલો.

હથેળીને તો સ્પર્શની આદત છે તારી,
હેલી બની, આલિંગનમાં સ્પંદન મોકલો.

©વનિતા મણુંન્દ્રા ( વાણી )
બનાસકાંઠા

Read More

ઈશને મળવા ગયો ,પણ ઉતાવળમાં,
ઓહ ! માંગ્યું તો ઘણુંય,પણ ઉતાવળમાં.
- વાણી

નથી મજા દર્દને આજકાલ ,થોડી દવા મોકલ,
ન મોકલી શકે જો દવા ,તો થોડી દુઆ મોકલ.
- વાણી

https://www.facebook.com/share/r/VRjL13q7nCQ6Gou4/?mibextid=qi2Omg

🚩અનેરી તક 🚩
જયશ્રી રામ

epost thumb

©વાણી
ઉજવાઇ રહી છે આઝાદી જોને વાર તહેવારે દેશમાં,
અફસોસ! દોડ્યાં કરે ગુલામી અંગોમાં શોણીત સમી...

નથી મજા દર્દને આજકાલ, થોડી દવા મોકલ ,
ન મોકલી શકે જો દવા તો થોડી દુઆ મોકલ.

લખ્યું છે સરનામું તારી ગલીનું, તારાં ઘરનું,
ભૂલી ગયો છું પિનકોડ, કર કોલ તુરંત, મોકલ.

માન્યું, છે હેસિયત તારી ગજ સમ મોટી,
હયાતી ટકાવી જાણું જો તું પુર ઘોડે યાદ મોકલ.

લાગે છે મુજને નિરસ આ લીલાં, પીળાં રંગો,
કરવા પારખું રંગનું, એક લાલ ગુલાબ મોકલ.

કરી દે ફરિયાદ તને જે વાંધો હોય એની,
એ ફરિયાદને અંતે બસ, તારો પિનકોડ મોકલ!

~વનિતા મણુંન્દ્રા 'વાણી'

-વાણી

Read More

એય! વધારે નહીં તો થોડું મોકલો,
એકાદ પ્રીતનું મીઠું માવઠું તો મોકલો.

-વાણી

જેવો ખોયો છે એવો પાછો તો ન જ મળી શકે ,
અલ્યા ! આતો...
માણસ જાત, લાગણીથી કાળજે કાણું ન જ પાડી શકે.

-વાણી

મૂકે ગમે ત્યારે અલ્પ,પૂર્ણ ને ઉદગારે વિરામ, વાહ! જિંદગી કેવું અઘરું વ્યાકરણ શીખવાડે.

-vaani manundra

શોર્ટ એન્ડ સ્વીટ

ખંખેરી ઘોર નિરાશા,આશાનું તેડું કર્યું ,
બસ ,એમ કહી મન અમસ્તું ભેળું કર્યું ,

હોય છે મૂળિયાં ઊંડા ઘા' તણી પીડાનાં..
તેથી જ કબરે પહોંચતા થોડું વહેલું કર્યું .

- વનિતા મણુંન્દ્રા ( વાણી )
બનાસકાંઠા

-વાણી

Read More