ગામ આખાની બળતરા હોય છે,
હાથ માં એનાજ ગજરા હોય છે !
પાય છે પાણી બધાને હોંશે થી,
એના જીવનમાં કા પથરા હોય છે..?
ભૂખ લાગી હોય આખી થાળીની,
મુઠ્ઠીમાં જુઓ તો મમરા હોય છે..
મોત તો આવી અને ચાલ્યું જતું,
જિંદગી.! તારા જ નખરા હોય છે..
હોય છે જે સાવ સીધા અને સરળ,
પ્રશ્ન એના બહુ અઘરા હોય છે..
જેમની પાસે સમય હોતો નથી,
અહીં ઘણાય એવાય નવરા હોય છે..
દૂરથી લાગે છે સોનું જે..,
જાવ પાસે તો બગસરા હોય છે..