સૌદર્ય પ્રસાધનો
લિપસ્ટિક, મસ્કરા, શેમ્પૂ,
મોઇશ્ચરાઇઝર, નેઇલ પોલિશ. આઇલાઇનર, મેકઅપ,
પ્રાઇમ, ફેસ પાઉડર, જૅલ, સનસ્ક્રીન, ફેસ માસ્ક વગેરે
સૌંદર્યપ્રસાધનોમાં કેટલી જાતનાં કેમિકલ્સ
વપરાય છે?
માત્ર અંદાજ માંડીને જણાવો તે સંખ્યા અને વાસ્તવિક
સંખ્યા વચ્ચે કદી ધાર્યો ન હોય એટલા લાંબા ફલકનો તફાવત
રહી જાય તેમ છે. જાણીતી બ્રાન્ડમાં Revlon, Procter &
Gamble, Max Factor, L'Oreal, Channel, Johnson & Johnson વગેરે જેવી કંપનીઓ લગભગ ૧૨,૫૦૦ જાતનાં કેમિકલ્સ વાપરે છે.
અમેરિકાની સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત
થયેલાં કેમિકલ્સનો તે કુલ જુમલો છે.
એકાદ કોસ્મેટિક પ્રોડક્ટમાં સામટાં આટલાં બધાં રસાયણો હોય નહિ.સાધારણ રીતે ૧૫ થી ૫૦ જાતનાં હોય છે, પરંતુ ઓછાંકેમિકલ્સ વપરાય તેમાં સાંત્વન લેવા જેવું નથી. મહત્ત્વસંખ્યાને બદલે કેમિકલના પ્રકારનું છે. અમુક કોસ્મેટિકપ્રોડકટમાં સીસું, પારો, એલ્યુમિનિયમ, ફોલ્ડિહાઇડ તથાએવાં જ બીજાં હાનિકારક રસાયણો ભેળવેલાં હોય છે.
ઉદાહરણ તરીકે ઘણા ઉત્પાદકો લિસ્ટિકની, શાવર
જૅલની તથા શેમ્પૂની બનાવટમાં ફોર્માલ્ડિહાઇડ વાપરે છે,
જે કેન્સરકારી છે. શ્યામ ત્વચાનો રંગ ઊજળો કરવા માટેનાlightner creamમાં વપરાતા હાઇડ્રોક્વિનોન કેન્સર માટેકારણભૂત હોવાનું સાબિત થયું છે. લિપસ્ટિકનીકેટલીક બ્રાન્ડમાં રહેલું સીસું તો ન્યૂરોટોક્સિન છે અને જ્ઞાનતંત્રને જોખમાવે છે. l હાનિ પહોંચાડતું ટોલુન, લિવરનું કામકાજ ખો૨વતુંપ્રોપિલિન ગ્લાઇકોલ તથા આંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટેનુકસાનકર્તા ફેટાલેટ્સ સૌદર્ય પ્રસાધનોમાં વપરાતાં બીજાં વિષમય રસાયણો છે.
https://www.facebook.com/share/p/15WfZUjAEr/