સપ
સપનાં એટલે જ જીવન.જીવન એટલે ખુશી, આનંદ અને પ્રેમ માણવાની તકો,ક્ષણો.
અરે.....ખુશી બેન કે આનંદભાઈ ની વાત નથી કરતી..
ચાલો આજે ખુશી ની એ પળો ની વાતો કરીએ.
જે જીવન ને પ્રફુલ્લિત કરે છે.
એ આનંદ ને માણીએ જે ખરેખર જીવન ના બીજ માં છે.
પ્રેમ.
પ્રેમ એ એવો શબ્દ છે જે માત્ર ને માત્ર અનુભવ થી જ સિદ્ધ થાય છે.
ખુશી કહો કે આનંદ આ અનુભૂતિ
એટલે સંપૂર્ણ સકારાત્મકતા.
સંપૂર્ણ positive વિચાર.પ્રેમ એટલે વિશ્વાસ.શ્રદ્ધા.
એક સરળ અને સલામત અનુભૂતિ.
એક બાળક અને તે નિર્દોષ બાળક નું હાસ્ય.
સૃષ્ટિ ના સર્જન કરનાર નો અનુભવ તો નથી.
પણ પ્રેમ નો અનુભવ છે ને ?એજ પરમેશ્વર છે.
એજ ખુશી છે.
પરમેશ્વર એટલે જ આનંદ.
પ્રેમ.
પ્રેમ શબ્દ મન માં વિચારીએ ને તો પણ....
અરે વિચારીએ એટલે કે અનુભવીએ ..અનુભવીએ.
એટલે મન શાંત થઈ જાય.
મલકવા લાગે.
સ્મિત કરવા લાગે.
એ સ્મિત આપણાં હોંઠો પ્રસરાવી એકબીજા ને આલિંગન કરી બેસે.
મિત્રો જેમ એકબીજા ને મળે તેમ આ પ્રેમ અને સ્મિત એકબીજા નેભેટે છે.
પ્રેમ નું સર્જન તો સાચે....
મારી દ્રષ્ટિએ પ્રેમ નું સર્જન બાળક માંથી થયું હશે.
બાળક નો માતા માટેનો પ્રેમ અથવા માતા નો બાળક માટેનો પ્રેમ
બાળક નો એ સંપૂર્ણ વિશ્વાસ.
બાળક ની એ નિર્દોષતા.
બાળક ની એ સકારાત્મકતા.
સકારાત્મકતા.
સકારાત્મકતા.
વિશ્વાસ.
જો આપણે પણ સકારાત્મકતા અનુંભવીએ તો પ્રેમ ને ચોક્ક્સ અનુભવી શકીએ.
માતા ને સંતાન ની સકારાત્મકતા
પતિ પત્ની ની સકારાત્મકતા
મિત્ર મિત્ર ની સકારાત્મકતા
બંધુ સાથે બંધુ ની સકારાત્મકતા
ગુરુ શિષ્ય ની સકારાત્મકતા
અરે એક મનુષ્ય બીજા મનુષ્ય માટે રાખતા સકારાત્મક વલણ ને પણ પ્રેમ જ કહેવાય હો..
પશુ પ્રત્યે નો પ્રેમ કે કુદરત પ્રત્યે નો પ્રેમ.
એક બીજા ના હાથ માં હાથ લઈ,આંખો માં આંખો નાંખી. વિશ્વાસ અને પ્રેમ ની એ ભીનાશ માં નાહી. સ્વચ્છ થયેલ મનને અનુભવવું એટલે પ્રેમ.
ભલે એ માં હોય,બા હોય,પાપા હોય કે પ્રેયસી,પ્રેમી હોય કે બંધુ.અરે કુતરુ હોય કે ચકલી.
ઝાડ હોય કે નદી નું નીર.
સૂરજ દાદા હોય કે ચાંદા મામા
સ્પર્શ તો દરેક ને કરી શકાય છે..લાગણીઓ વડે.પ્રેમથી.
પ્રેમ છે તો જીવન છે.
પ્રેમ ક્યારેય નકારાત્મક ન હોઈ શકે.અને જો નકારાત્મકતા અનુભવાય તો એ પ્રેમ નથી જ સમજી જઈએ.
આપણે આપણી જાતને એક પ્રશ્ન પૂછી શકીએ?
આપણે સૌ સાચે પ્રેમ ને અનુભવીએ છીએ?
જવાબ શોધવો અત્યંત આવશ્યક છે.
આવો પ્રશ્ન તો પૂછો આપણી જાત ને .
અરે ભાઈ,ઘાઈ ઘાઈ માં નહિ..કોઈ સ્પર્ધા નમ્બર નથી લેવાનો.
શાંત થઈ.
સવારે વહેલાં ઉઠી.નીરવ શાંતિ માં.શાંત ચિત્તે.એકાંત માં કેવળ પોતાની જાત ને જોડે રાખી. સ્વ પર વિશ્વાસ,શ્રદ્ધા રાખી.
આ પ્રશ્ન પોતાને પૂછજો તો ખરા.
રોજ પૂછજો.
રાત્રે સૂતી વખતે.
ઓશિકા પર હાથ મૂકી આંખો બંધ કરી.બંધ આંખે આકાશ માં ના તારા ગણતાં ગણતાં આવી વાતો પોતાની જાત જોડે કરી તો જુઓ.
એક વાર પોતેજ પોતાને ચાહી તો જુઓ.
એક વાર પોતાને પ્રેમ તો કરી જુઓ.
એક વાર પોતાનાં પર વિશ્વાસ મૂકી તો જુઓ.
હમમમમમમ.
જોયું કેવું મસ્ત લાગે છે.
દે તાલી.
બસ આમ જ રોજ એક વાર પોતાની જાત ને સાંભળી તો જુઓ.
આખા વિશ્વને સમય આપી. સૌથી આગળ થવું છે ને ?
એક વાર પાછળ વળી ઉભેલી તમારી જ લાગણીઓ ની આંખો માં આંખો નાંખી એ લાગણીઓ ને અનુભવી તો જુઓ.
એકવાર પોતાને