એક જ હાકલે ને પડકારે , ગંગાજળીયા થતાં
એક જ ખોખારે જ્યાં ઉંબરા આભ સમ લાગતા
મુછો જ્યાં ખાનદાની ની મુલાકાત કરાવતી
જ્યાં પાઘડીઓ પણ આંટીમા વંશ ઝળકાવતી
અજાણ્યા ને રામ , મેમાન ને કુષ્ણ કહેવાતા
વલોણા માં જ્યાં સમુંદરો હતાં નંદવાણાં
આંખ નાં ઈશારે જ્યાં વાટુ ચિંધાઈ જતી
ભ્રમણુ હલાવી જ્યાં તબિયતુ પણ પુછાતી
છતુ નાની પણ હારા ફળીયા જબ્બર હતાં
વાસીદું કરવાં પણ જ્યાં અભરખા બૌ હતાં
દેશ મારો મોરલો ને ટહુકો એનો ,ગામડું સે
કવિઓ જેનું મોરપીંછ ને ગીતા એનું ગાણું છે.