હર રોજ એક ઈચ્છા જાગે
મારુ મન રોજ તને મળવા માંગે..
હર રોજ એક પગરવ સંભળાય
મારુ મન ત્યાં જવા તત્પર થાય..
હર રોજ તારી યાદ દિલમાં જાગે
મારુ મન ત્યારે તારા ખ્યાલે દોડે...
તારા જ શંમણાઓ જોવાનુ મન થાય માં
આંખ મારી એમાં જ રાતભર જાગે..
તારા સ્નેહનો હાથ બસ રાખજે મારા પર
ભલે તું નથી આજે પણ તારો પડછાયો સાથે રાખજે..
તુ હવે મન સ્પર્શ કરે કે ના કરે
તોય તારી તસ્વીર દિલમાં છે
રહે સદાય તારી યાદોનું બંધન
હુફાળો સ્પર્શ દિલમાં મહેસૂસ થાય...❤️❤️
shital ⚘️