પ્રેમ માં પડયા તો થઈ ગયા બેહાલ..
ગુલાબ નાં ફુલોની મહેકમાં લાગયો પ્રેમનો રંગ..,
વરસાદ ની ઝરમર બુંદોમાં પ્રેમથી તરબતર થઈને રહી ગયા..,
ઈન્દ્રધનુષથી રોશન આકાશમાં ફેલાયો પ્રેમનો એહસાસ..,
જ્યારથી વસયો છે દિલમાં પ્રેમની થઈ અનોખી અનુભૂતિ..,
મારી શું હસ્તી હતી તારા પ્રેમની લહેરખી આવી ને તારા પ્રેમ નો રંગ લાગ્યો..,
પાનખરમાં વસંતનો વાયરો વાયોને તારા પ્રેમના ફુલ સર્વત્ર ગયા ખીલી..,
ભળયો છે તારો શ્વાસ હવામાં તેની લહેરના ઝોકામાં છે તારા પ્રેમનો સ્પર્શ.,
શાંત ઝરૂખે ઊભા હતા વ્હાલમ તારી લાગણીઓ થઈ ભરપૂર પ્રીત તણી ને તારા પ્રેમ નો રંગ લાગ્યો..,
નથી આ તારી કે મારી પ્રેમ ની રમત છે આ તો છે અગણિત ખુશીઓ..,
પ્રેમ ની રમતમાં અમે હારી ગયા.
તું આવ્યો ને તારો એહસાસ
મુજને તારા પ્રેમ માં રંગી ગયો..!!
shital ⚘️