એક નંબર છે જે હવે સ્મરણ રુપિ સ્મૃતિ પટલ માં છવાઈ ગયો છે
એક નંબર છે કે જે હવે યાદોની યાદાવલી માં છપાઈ ગયો છે...
યાદ રહી ગયો છે એ એટલો કે
આગંળીઓ ના સ્પર્શ થી ડાયલ થય જાય છે...
તેને ફોન કરીએ તો રિસીવ તો નથી થતો
પણ જાણે લાગણી થી એ બંધાઈ ચૂક્યો છે..
ક્યારેક એ નંબર પર થયેલી વાતો વાગોળી રહ્યું હોય છે મન
તો ક્યારેક હૃદયને થાય છે કે હમણાં જ કોઈ મેસેજ આવશે એ નંબરથી...
પણ હા એ પણ વાસ્તવિકતા છે કે એ નંબર હવે મોટાભાગે દરેક પીન નંબર માં સેવ થય રહ્યો છે...
એક નંબર છે......