વખાણ આમ તો સારા કર્યા હતા મારાં.
વાયદા બધા જન્મો જનમ ના કર્યા હતા.
નેણ મારા કામણગારા લાગતા હતા તમને.
આજે થોડા નખરાળા બની ગયા હતા.
પવનની સુરખીમાં મારી ખુશ્બુ હતી.
તમારી નિરાંતની પળમાં મારી યાદો હતી.
તમારા શ્વાસની જરૂરિયાત બની ગઈ હતી.
તમારા શબ્દોની કવિતા બની ગઈ હતી.
મજાની વાત એ થઈ, રમતની ભૂલ સમજાઈ ગઈ.
આંખના કણાની જેમ ખૂંચતી વેદનાંની જુબાની હતી.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹