Pastry War
૧૮૨૮માં મેક્સિકો દેશના પાટનગર મેક્સિકો સિટીમાં
રેમોન્ત નામના ફ્રેન્ચની બેકરી હતી. કોઇક વાતે તોફાને ચડેલા બદમાશોએ તેની બેકરીમાં તોડફોડ મચાવી દીધી, પૂરેપૂરો દાટ વાળી નાખ્યો. હુમલાનું કારણ સંભવતઃ એ હોય કે રેમોન્તે પરદેશી ફ્રેન્ચ હતો કે પછી એ હોય કે દુકાનમાં તેના અને સ્પેનિશ ગ્રાહક વચ્ચેના ખટરાગે મોટું સ્વરૂપ પકડ્યું હતું. રેમોન્તએ મેક્સિકન સરકારને પત્ર લખી નુકસાનીનું વળતર માગ્યું, કેમ કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ચૂકી હતી. સરકારે તેની અરજી ફગાવી દીધી.
આજીવિકાનું સાધન ગુમાવી બેઠેલા રેમોન્તેએ ત્યાર પછી ફ્રેન્ચ સરકાર પાસે આર્થિક સહાયમાગી, પરંતુ એ ટહેલનો
જવાબ ન મળ્યો. સમય જતાં એ કિસ્સો ભૂલી જવામાં આવ્યો. દસેક વર્ષ પછી ફ્રાન્સના રાજાલુઇ ફિલિપે ઘટના અંગે
જાણ્યું . ત્યારે રેમોન્તેને ૯૦% વ્યાજ સહિત નુકસાનીનું વળતર ચૂકવવા ફરમાનાત્મક પત્ર મેક્સિકો સરકારને લખ્યો. મેક્સિકન સરકારે તેને ન ગણકાર્યો, એટલે લૂઈ ફિલિપે લશ્કરી હુમલા વડે તેના વેરા ક્રૂઝ શહેર પર કબજો સ્થાપ્યો. નૌકાસેનાપતિ રીઅર એડમિરલ ચાર્લ્સ બૉદીનો સાથે કાફલો મોકલી ફ્રાન્સે મેક્સિકોની નાકાબંધી કરી નાખી. યુદ્ધ સળગ્યું, જેમાં ફ્રાન્સે ૧૨૧ અને મેક્સિકોએ ૨૨૪ સૈનિકો ગુમાવ્યા. એક બેકરી ખાતર લગભગ સાડા ત્રણસો લોકોએ મરવાનું થયું તે પણ માનવજાતની મૂર્ખતાનો શાનદાર નમૂનો હતો.
ફ્રાન્સ વિરુદ્ધ મેક્સિકોનું યુદ્ધ Pastry War નામે
ઓળખાયું, કેમ કે મેક્સિકો સિટીનો ફ્રેન્ચ રહેવાસી રેમોન્તે
તેની બેકરીમાં pastry / પેસ્ટ્રી બનાવીને વેચતો હતો. (પેસ્ટ્રી
અને કેક વચ્ચે ફરક એ કે કેક મોટી તેમજ ગોળાકાર યા
ચોરસ હોય, જ્યારે પ્રમાણમાં વધુ ખાંડ અને માખણ ધરાવતી
પેસ્ટ્રી કદમાં નાની હોય છે.) ફ્રાન્સ અને મેક્સિકો નવેમ્બર,
૧૮૩૮થી માર્ચ, ૧૮૩૯ સુધી પાંચ મહિના Pastry War
લડ્યા, મોટા પાયે નૌકાયુદ્ધ ખેલાયું. મેક્સિકો હાર્યું અને સંધિકરાર પ્રમાણે મેક્સિકોએ વળતર તરીકે
૬,૦૦,૦૦૦ પેસો / peso (મેક્સિકોનું ચલણ) આપવાનું કબૂલ્યું.
https://www.facebook.com/share/p/1BJ2Vdxd2E/