લાગણીઓ ભરી વ્યથા....
તને શ્વાસ માં ભરી લેવો છે
મારા શ્વાસ અટકી જાય એ પહેલા...
તને હદય માં સમાવી લેવો છે
મારી ધડકન અટકી જાય એ પહેલા...
તને ચાહત થી આંખો માં ભરી લેવો છે
મારી આંખ અનરાધાર વરસે એ પહેલા..
તને મારા માં ઓગાળી લેવો છે
મારા અસ્તિત્વ નું નીરાકાર થાય એ પહેલા..
તને દિલ માં સમાવી લેવો છે
મારા જીવન નો અંત થાય એ પહેલા..
તને લાગણીઓ થી ભરી લેવો છે
મારા પ્રેમ ના સ્નેહનો સમય વહી જાય એ પહેલા...
તું સાથે છે બસ
એટલુ જ ખાસ
સમય ભલે વહે
પ્રેમ ની સરવાણી
સાથે લાગણીઓ
ની મહેક
હંમેશા રેહશે...