ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે...
જાય છે તો બધું જ લઈ જા પણ,
આ સ્મરણનો વિભાગ રહેવા દે...
ઢાંક ચેહરો, ક્યાં તો બુજાવ દીવો.
એક સ્થળે, બે ચિરાગ રહેવા દે...
કોઈ વંટોળ ને કહી દો કે,
ફુલ ઉપર પરાગ રહેવા દે...
તું હૃદયથી જ કામ લઈ લે ફક્ત,
ચાહવામાં દિમાગ રહેવા દે
આગ હૈયામાં લાગી હોય તો લખ,
માત્ર લખવાનીં આગ રહેવા દે...