પોતાની આંખોને પણ જરા પૂછી જુઓ,
કે ,એમાં પ્રતીક્ષા ની વેદના અમારી હતી !
તમે ફિદા થઇ ગયા જેની પર ,
એ, કોણ હતું? કહો જોઈ?
એ, ચાહના અમારી હતી !
આમ એકલી જ સફળતા,
તમને નથી મળી યાર ,
એ ,સફળ કામના અમારી હતી!
પ્રેમ કરવાથી પ્રેમ મળે છે,
વાત સાવ સાચી છે ફરીદા,
પણ એ, ની સ્વાર્થ ભાવના અમારી હતી!