વાતે વાતે રીસાવું હવે ફાવતું નથી.
શબ્દોનો ઘોંઘાટ હવે ગમતો નથી.
નાં સમજાય તો છોડી દેવું ફાવી જાય છે.
શ્વાસની દોરી સાથે રમત ફાવતી નથી.
મથામણ હવે કોઈ સાથે ફાવતી નથી.
નાં બોલે તો સામેથી બોલાવું ફાવતું નથી.
કોણ શું વિચારે તેની પરવાહ ગમતી નથી.
શુન્ય થયેલી આંખોને વરસવું ફાવતું નથી.
શાંત થયેલાં શમણાંને ઉછળવુ ફાવતું નથી.
વેદનાં પ્રણયનો વાર ઝીલવો ફાવતો નથી.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
કલમ મારી પ્રતિસાદ તમારો 🌹