લખાયું છે ઘણું છતાં, બધું છપાયું નથી,
વ્યથા ,વેદના, આંસુ, બધું આપણુ,પરાયું નથી ..!
તેઓ છે પ્રત્યેક પણ સાથે જ મારી,
મારાથી સપનામાં એ એમના જવાયું નથી ..!
મારી ગઝલોમાં પ્રતીતિ પિયુની,
એની યાદ વિના સાહિત્ય રચાયું નથી...!
મહેલો એમના ઝળહળાટ જ્યાં ને ત્યાં છે,
મારી ઝૂંપડી માં એનાથી, અવાયું નથી ...!
વિરહ વેદનામા,રુધિર વહે છે,
ઇંતેજારમાં '' ફરીદા "જરાય, ખમાયું નથી...!