ઘેટાંની ચાલ ચાલવી ખૂબ આકરી છે.
મૌન રહેવું પણ અહીં ખૂબ આકરું છે.
બુદ્ધિશાળી લોકોની મહેમાનગતિ માણવી છે.
તેમની વચ્ચોવચ રહી ગતિ કરવી આકરી છે.
આંખે પાટા બાંધી જીવન જીવવું શક્ય નથી.
વગર આંસુએ દરીયામાં ડૂબવું આકરું છે.
જવાબ વગરની મથામણ આ સવાલની છે.
ન જોયેલા વિચારોમાં રહેવું આકરું છે.
માંગીને મૃત્યુ ક્યાં અંહી મળ્યું છે કોઈને!
વેદના જીવવું પણ અહીં હવે આકરું છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹કલમ મારી પ્રતિસાદ તમારો 🌹