GOOD MORNING
HAVE A NICE DAY AHEAD
આપણે પ્રેમ ને વ્યક્તિ સાથે જોડીએ છીએ ત્યાં જ પ્રેમને અનુભવવામાં માત ખાઈએ છીએ,ખરેખર પ્રેમ વ્યક્તિ સુધી સિમિત નથી,પ્રેમ થવો કે પ્રેમ થઈ જવું બહુ મોટી ઘટના છે,
તે અસ્તિત્વ સાથેની ઘટના છે..
આપણા અનુભવમાં કોઈ અપોઝીટ વ્યક્તિ પ્રત્યે આપણું આર્કષણ તે પછી બાહ્ય હોય મન સુધીનું આપણને પ્રેમ લાગે છે,જ્યારે કોઈ વ્યક્તિ સાથે અમુક સમય કે પળ સુંદર ને સુહાગી વિતાવેલ હોય તે આપણા દિલમાં થી જતી નથી,દિમાગ ભુલવા માંગે છે, પણ દિલ પર જોર ચાલતું નથી,અને જે નથી ભુલાતી તે રુહાની ક્ષણ હોય છે, તે શરીર ને મનની પાર ચાલી જાય છે,આત્માનો સ્પર્શ થઈ જાય છે,કોઈના વાત વહેવારમાં ઘણી વાર તેની રુહ ના દર્શન થઈ જતા હોય છે,આ દર્શન ને મહેસૂસ એટલી રમણીય ને આનંદીત હોય છે, કે તેને શબ્દ કે શાયરીમા ઊતારવી અઘરી છે,
આપણે નોટિસ કર્યુ હશે કે આપણા પર મરીમટી જવાવાળી વ્યક્તિ ને ભલે આપણે પ્રેમ ના કરતા હોય પણ તેને ભુલી ના શકીએ,કોઈ ના પર મરી મટવું સહેલું નથી,તે સંપુર્ણ સમર્પણ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી, સામેની વ્યક્તિ સમર્પણને લાયક છે,કે નહી તે પણ બહુ મહત્વનું હોતુ નથી,બસ સમર્પણ થઈ જાય છે તે મહત્વનું છે,પુર્ણ સમર્પણ જેના માટે કરેલ હોય તે દેખાય વ્યક્તિના રૂપમાં છે,પણ ખરેખર તે વ્યક્તિની અંદર રહેલ પરમાત્માં સાથે કનેક્ટ હોય છે,પ્રેમ પણ તેવો જ છે,વ્યક્તિના રૂપમાં પરમાત્માં સાથે કનેક્શન છે,બસ ત્યાં જ આપણે વ્યક્તિ સુધી સિમિત સમજી થાપ ખાઈ જઈએ છીએ,
જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ મહેસુસ ને અનુભવ થાય છે,ત્યારે ખરેખર તે વ્યક્તિ પ્રત્યેનો હોતો જ નથી,વ્યક્તિ તો નિમિત્તમાત્ર હોય છે,તેની અંદર રહેલ પરમાત્માં મતલબ પરમભાવ,સ્વભાવ પ્રત્યે ખેંચાણ હોય છે,ને તે નિમિત્ત વ્યક્તિ પર અટકી રહે છે,અને વ્યક્તિના મગજે કરેલ વહેવાર પર અટકી જાય છે,દિલ તો હજી ઘબકવા જ માંગે છે,સબંધ બંધાય છે પરમતત્વ સાથે ને તુટે છે ગણિતથી..,
દિલ તુટીને પણ એને જ ચાહે છે,
અમથા તો નહી જ ચાહતું હોય ને..?
એને પણ કંઈક ભાળ્યું તો હશે જ..
દગાબાઝ તો મન હતું જે કોઈનું નહોતું,
દિલ તો હજી પણ તારા પર ફના જ છે,
બસ તારી સાથે વાત વહેવાર બંધ હોય શકે,
પણ પ્રેમ તો તારા હોવાથી મારા સુધી જ છે….