*રાત આખી જાગવા જેવી હતી,*
*એક વ્યક્તિ ચાહવા જેવી હતી.*
*માત્ર આંસુઓ જ જોયાં છે તમે,*
*આંખ એની વાંચવા જેવી હતી...*
*જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે*
*ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે*
*મણાય એટલી માણી લેજો મિત્રો*
*કેમ કે જીંદગી તો જન્મ - મરણ વચ્ચે ની નાની વાર્તા છે.*
*''કેવી અજીબ વાત છે*
*ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’*
*પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી*
*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*
*આંખોમાં વસનારા જ રડાવી જાય છે...*
*દસ્તુર તો જુઓ આ દુનિયાનો,*
*પોતાના મો ચડાવી બેઠા ને*
*પારકા હસાવી જાય છે...*
કયાં *સમય* છે આપણી પાસે
*જીવતા* માણસ સાથે *બેસવાનો,*
આપણે તો *માણસ મર્યા* પછી જ *"બેસવા"* જઈએ છીએ.
*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*.!
✌🏻બે- શબ્દો...
*માઈનસ અને પ્લસ*🧨
આપણા પોતાના *માઈનસ* પોઈન્ટ ની ખબર હોય એ આપણો *પ્લસ* પોઇન્ટ છે.
*અવાજ અને મૌન*🧨
પુરુષ નો ઊંચો *અવાજ* સ્ત્રી ને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રી નુ *મૌન* પુરૂષ ના પાયા જ હલાવી નાખે છે.
*ડોક્ટર અને માણસ*🧨
કેવો ગજબનો શબ્દ છે સોરી *માણસ* બોલે તો ઝઘડો પુરો, અને *ડોકટર* બોલે તો માણસ પુરો.
*યાદ અને ભૂલી*🧨
મદદ એક એવી ધટના છે, કરો તો લોકો *ભૂલી* જાય છે , ના કરો તો લોકો *યાદ* રાખે છે.
*આપણા અને તાપણા*🧨
*આપણા* અને *તાપણા* ની એક ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.
*શરૂઆત અને અંત*🧨
જીવનની *શરૂઆત* આપણા રડવાથી થાય છે, અને જીવન નો *અંત* બીજા ના રડવા થી થાય છે.
*ક્રોધ અને લોભ*
ઈચ્છા ઓ પૂરી ના થાય તો *ક્રોધ* વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો *લોભ* વધે છે.
*મગજ અને હ્રદય*
*મગજ* ભલે હ્રદય થી બે વેંત ઉંચે હોય, પણ *હ્રદય* થી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે..