સાગરના ખોળે જે રમતું મનગમતું પોરબંદર.
બાપુની જન્મભૂમિ થકી ઓળખાતું પોરબંદર.
રાણો, પાણોને ભાણો પ્રખ્યાત જેના જગતમાં,
માણેકચોકમાં વેપાર થકી ધમધમતું પોરબંદર.
કીર્તિમંદિરે બાપુ બિરાજે, બીજા કમલાબાગમાં,
કૃષ્ણસખાને નગરના મધ્યે જાળવતું પોરબંદર.
રીવરફ્રન્ટે થાય માનવ ભેળાં મનોરંજન થનારું,
એકમાત્ર ડ્રીમલેન્ડ ટોકીઝે એ શોભતું પોરબંદર.
ગુરુકૂળને ભારત-તારા મંદિરે યાત્રીઓ આવતા,
જાતજાતના ભાતભાતના લોકો દેખતું પોરબંદર.
સત્યનારાયણને કેદારેશ્વરે હરિહર હાકલ કરતા,
મામાકોઠાએ પ્રાગજીદાદાને રખે વંદતું પોરબંદર.
રામનો રૂડો રોટલો આપવા રીક્ષા ઠેરઠેર ભમતી,
યાચકો ભેળાં થૈને આરોગે સૌ સંતોષતું પોરબંદર.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.