બધું પસાર થઈ ગયું એક રાત ની જેમ...
એ ક્ષણ પણ જીરવાય ગઈ એક વાત ની જેમ....
આ માહોલ વીતી ગયા પછી નું ડહાપણ હતું...
કે સમજદારી વધતી ગઈ ચાંદ ની જેમ....
યાદ રાખવા એ વાતો કંઈ મહત્વની નહોતી...
છતાં હૃદયમાં જાડાઈ ગઈ એક ટાંક ની જેમ...
ભૂતકાળ બની ગઈ બધી સંભાવનાઓ..
છતાં વર્તમાનમાં ઘૂંટાઈ રહી આજ ની જેમ...
આનંદ પણ નહોતો કે વસવસો પણ નહોતો...
કે આ લાગણીઓ પણ છેતરાઈ ગઈ હૃદયની જેમ...