સરક્તી જતી પળો નો હિસાબ ગોખી ને રાખ્યો છે...,
તને મળવા નુ બનશે તો બધું ગણાવી દઈશ...,
કાચ ની શીશી માંથી જેમ રેતી ઢલીયા કરે ને ..
તે રીતે મનગમતી પળો જીવન માંથી સરકિયા કરે છે...
અને સમય ને રોકી રાખવું માનવી નુ ગજું નથી..
તો પણ , ઘડિયાળ ના કયા કયા કાંટે તમેે થંભી ગયા
નુ યાદ છે? ...
સરકતો સમય ચોક્કસ ક્યાંક અને ક્યારેક થંભી જાય છે..
યાદો એ હવે સ્વરૂપ બદલીયું છે..
પહેલા એ કલ્કળતી કોયલ ના ટહુકા ની જેમ આવતી હતી...
હવે વિંધાયેલા હરણ ની જેમ હાફતી આવે છે...
પેહલા એ મનગમતા પત્રો ની જેમ દરવાજા માંથી ઘર માં પડતી..
હવે કમ્પ્યુટર ની કે મોબાઇલ ની રુસ્ક સ્કીન પર..
ઈમેલ કે ફોરવર્ડ ઇમેજ બની ને અવરજવર કરે છે..
યાદો એ સ્વરૂપ પણ બદલીયું છે ને પડાવ પણ ...