એક વ્યંજન નામનું ખૂબ જ સુંદર એવું નગર હતું,તેમાં ક થી જ્ઞ નામની ફેમીલી હતી.ક થી જ્ઞ નામની ફેમીલી વ્યંજન ગામમાં એક પરિવારની જેમ બહુ સુખેથી રહેતા હતા.તેમાં બધી જ ફેમીલીમાં બાર બાર લોકો હતા. ક થી જ્ઞ ફેમીલી બહુ ખુશ હતી. તેમાં ક થી જ્ઞ વાળા બધા પુરુષો હતા અને કા થી જ્ઞા નામની બધી તેમની પત્નીઓ હતી.એક વખત વ્યંજન નામના ગામના રાજાએ કે જેમનું નામ ગ્રંથાવલી હતું તેમને ક થી જ્ઞ : એટલે કે ક,કા,કિ,કી,કુ,કૂ,કે,કૈ,કો,કૌ,કં,કઃ એ રીતે જ્ઞ: સુધીના બધા જ લોકોને બોલાવવામાં આવ્યા અને તે બધા જ્યારે રાજાની સભામાં હાજર થયા ત્યારે અક્ષર નામની એક વ્યકિત જે આ સભામાં બહુ ખાસ હતી તેમને આદેશ આપવામાં આવ્યો કે આ બધાના નામો તમે એક એક કરીને મને જણાવી દ્યો.અક્ષરે બોલવાનું શરૂ કર્યું.
ક,કા,કિ,કી,કુ,કૂ,કે,કૈ,કો,કૌ,કં,ક:
ખ,ખા,ખિ,ખી,ખુ,ખૂ,ખે,ખૈ,ખો,ખૌ,ખં,ખઃ
ગ,ગા,ગિ,ગી,ગુ,ગૂ,ગે,ગૈ,ગો,ગૌ,ગં,ગઃ
ઘ,ઘા,ઘિ,ઘી,ઘુ,ઘૂ,ઘે,ઘૈ,ઘો,ઘૌ,ઘં,ઘઃ
ચ,ચા,ચિ,ચી,ચુ,ચૂ,ચે,ચૈ,ચો,ચૌ,ચં,ચઃ
છ,છા,છિ,છી,છુ,છૂ,છે,છૈ,છો,છૌ,છં,છઃ
જ,જા,જિ,જી,જુ,જૂ,જે,જૈ,જો,જૌ,જં,જઃ
ઝ,ઝા,ઝિ,ઝી,ઝુ,ઝૂ,ઝે,ઝૈ,ઝો,ઝૌ,ઝં,ઝઃ
ટ,ટા,ટિ,ટી,ટુ,ટૂ,ટે,ટૈ,ટો,ટૌ,ટં,ટ:
ઠ,ઠા,ઠિ,ઠી,ઠુ,ઠૂ,ઠે,ઠૈ,ઠો,ઠૌ,ઠં,ઠ:
ડ,ડા,ડિ,ડી,ડુ,ડૂ,ડે,ડૈ,ડો,ડૌ,ડં,ડ:
ઢ,ઢા,ઢિ,ઢી,ઢુ,ઢૂ,ઢે,ઢૈ,ઢો,ઢૌ,ઢં,ઢ:
ણ,ણા,ણિ,ણી,ણુ,ણૂ,ણે,ણૈ,ણો,ણૌ,ણં,ણઃ
ત,તા,તિ,તી,તુ,તૂ,તે,તૈ,તો,તૌ,તં,તઃ
થ,થા,થિ,થી,થુ,થૂ,થે,થૈ,થો,થૌ,થં,થઃ
દ,દા,દિ,દી,દુ,દૂ,દે,દૈ,દો,દૌ,દં,દઃ
ધ,ધા,ધિ,ધી,ધુ,ધૂ,ધે,ધૈ,ધો,ધૌ,ધં,ધઃ
ન,ના,નિ,ની,નુ,નૂ,ને,નૈ,નો,નૌ,નં,નઃ
પ,પા,પિ,પી,પુ,પૂ,પે,પૈ,પો,પૌ,પં,પઃ
ફ,ફા,ફિ,ફી,ફુ,ફૂ,ફે,ફૈ,ફો,ફૌ,ફં,ફઃ
બ,બા,બિ,બી,બુ,બૂ,બે,બૈ,બો,બૌ,બં,બઃ
ભ,ભા,ભિ,ભી,ભુ,ભૂ,ભે,ભૈ,ભો,ભૌ,ભં,ભઃ
મ,મા,મિ,મી,મુ,મૂ,મે,મૈ,મો,મૌ,મં,મઃ
ય,યા,યિ,યી,યુ,યૂ,યે,યૈ,યો,યૌ,યં,યઃ
ર,રા,રિ,રી,રુ,રૂ,રે,રૈ,રો,રૌ,રં,રઃ
લ,લા,લિ,લી,લુ,લૂ,લે,લૈ,લો,લૌ,લં,લઃ
વ,વા,વિ,વી,વુ,વૂ,વે,વૈ,વો,વૌ,વં,વઃ
શ,શા,શિ,શી,શુ,શૂ,શે,શૈ,શો,શૌ,શં,શઃ
ષ,ષા,ષિ,ષી,ષુ,ષૂ,ષે,ષૈ,ષો,ષૌ,ષં,ષઃ
સ,સા,સિ,સી,સુ,સૂ,સે,સૈ,સો,સૌ,સં,સઃ
હ,હા,હિ,હી,હુ,હૂ,હે,હૈ,હો,હૌ,હં,હઃ
ળ,ળા,ળિ,ળી,ળુ,ળૂ,,ળે,ળૈ,ળો,ળૌ,ળં,ળઃ
ક્ષ,ક્ષા,ક્ષિ,ક્ષી,ક્ષુ,ક્ષૂ,ક્ષે,ક્ષૈ,ક્ષો,ક્ષૌ,ક્ષં,ક્ષઃ
જ્ઞ,જ્ઞા,જ્ઞિ,જ્ઞી,જ્ઞુ,જ્ઞૂ,જ્ઞે,જ્ઞૈ,જ્ઞો,જ્ઞૌ,જ્ઞં,જ્ઞઃ
આ બધાના નામ કહ્યા પછી અક્ષર બોલ્યો મહારાજ આપણા ગામના હજી થોડા લોકો ખૂટે છે.મહારાજને પહેલા તો ખૂબ અજીબ લાગે છે પછી કહે છે અક્ષર હજી કોણ બાકી છે.અક્ષર કહે છે તેઓ પણ આ લોકોના પરિવારના જ સભ્યો છે,પછી અક્ષર કહે છે અ થી અ: હજી બાકી છે. રાજા જલ્દીથી તેમને બોલાવવાનો આદેશ આપે છે અને રાજાની આજ્ઞાનું પાલન કરતા તેઓ તરત જ સભામાં હાજર થાય છે. રાજા ફરી અક્ષરને આદેશ આપે છે કે આ બધાના નામ પણ જણાવો.
અક્ષર તેમના પણ નામ જણાવે છે...
અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ
શબ્દ આગળ આવીને કહે છે, મહારાજ આ બધાના નામો અતિ સુંદર છે. આ નામોનો ઉપયોગ કરીને હું અનેક શબ્દો બનાવી શકું છું,ત્યાં જ વાક્ય ઊભો થઈને કહે છે અને શબ્દ જે જે નામોને શબ્દોમાં ફેરવી આપે તેના હું સુંદર સુંદર વાક્યો બનાવી શકું છું.મહારાજ કહે છે સારું તમે બંને વારાફરતી કામે લાગો.તમે શબ્દો અને વાક્યો બનાવી આપો તેની હું ગ્રંથાવલી બનાવી આપીશ.
આ રીતે અક્ષરમાંથી શબ્દો ને શબ્દોમાંથી વાક્યની રચના થઈ અને આખો ગ્રંથ તૈયાર થયો હશે.બધી ભાષાનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે પણ અનેક અક્ષરો ભેગા મળ્યા ને શબ્દો બન્યા અને તે શબ્દો યોગ્ય રીતે ગોઠવાઈને વાક્યો બન્યા ને એ રીતે જ આપણા મહાન ગ્રંથો "રામાયણ" અને "મહાભારત" ની પણ રચના થઈ હશે.
❤️❤️❤️ "Rup"