ક્યાંય પણ થોભ્યા વિના સૌથી લાંબો પ્રવાસ ખેડતી ટ્રેન
🚂🚋🚃🚋🚃🚋
સૌથી લાંબી નોન-સ્ટોપ સફર ખેડવાનો વર્લ્ડ-રેકોર્ડ યુરોપની
Eurostar ટ્રેને મે ૧૭, ૨૦૦૬માં સ્થાપ્યો હતો. લંડનથી એ ટ્રેન સવારે ૯.૪૦ વાગ્યે નીકળી અને બરાબર ૭ કલાક, ૨૫ મિનિટે ફ્રાન્સની દક્ષિણે આવેલા કેન નામના શહેરે પહોંચી. કુલ ૧,૪૨૧ કિલોમીટરનો પ્રવાસ તેણે ક્યાંય પણ થોભ્યા વિના ખેડ્યો, જે બદલ ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્ઝમાં
Eurostar નું નામ ચમક્યું.
આ નામને જો કે ગિનેસ બૂકમાંથી
ભૂંસાવી શકતો નોન-સ્ટોપ સફરનો વિક્રમ ભારત દેશે પ્રાપ્ત કરી બતાવ્યો છે. આમ છતાં તે વિક્રમને ગિનેસ બૂકમાં નોંધાવવાની તસ્દી તેણે લીધી નથી.
સૌથી લાંબો નોન-સ્ટોપ રેલપ્રવાસ કરાવતી ટ્રેન ભારતની ડુરોન્ટો
એક્ટ્રેસ છે. ડુરોન્ટો બંગાળી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ
‘ઝડપી’ થાય છે. ભારતમાં જુદા જુદા ઠેકાણે ડુરોન્ટો ગાડીઓ દોડે છે.
બધામાં સૌથી લાંબો નોન-સ્ટોપ રૂટ દિલ્હીના નિઝામુદ્દીન અને કેરળના કોચ શહેર વચ્ચે સફર ખેડતી
૧૨૨૮૩ નંબરની ડુરોન્ટોનો છે. કુલ ૨,૯૪૩ કિલોમીટરનું અંતર તે
૪૧ કલાક અને ૫૫ મિનિટમાં કાપી નાખે છે અને માર્ગમાં કશે જ
થોભતી નથી. નવાઇની વાત કે લાંબામાં લાંબી નોન-સ્ટોપ સફરનો
રેકોર્ડ ડુરોન્ટો એક્ટ્રેસ દર અઠવાડિયે સ્થાપતી હોવા છતાં ભારતના રેલખાતાએ તે વિક્રમ હજી સુધી ગિનેસ બૂકમાં નોંધાવ્યો નથી.
https://www.facebook.com/share/p/19taqQpgyB/