પ્રેમ છે પ્રેમ છે એમ કહે છે સહુ,
એતો એમનોભ્રમ છે એ કોને કહુ્.
આમતો નામનું જાણે વૃક્ષ હોય ,
નવા પર્ણની એ જ કુંપળ માં વહુ.
આમતો હોય આશાઓના શમણા,
રાહે રાહે ખરતા રહે છે પર્ણ બહુ.
કોઈ કવિતાના મોહમાં અજાણતા જ,
આમ પણ મુક વિરહી યાદો માં રહું.
મૌલિક કાવ્યરચના સ્વરચિત
મનજીભાઈ કાળુભાઈ મનરવ
બોરલા તા તળાજા