Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS

કોઇપણ સંસ્થાનું કે વ્યક્તિનું મૂલ્યાંકન નિરપેક્ષ રહીને કરવું જોઇએ અને નિરપેક્ષ રહેવા માટે સિક્કાની બંને સાઇડ અંગે તલસ્પર્શી જાણકા૨ી હોવી જોઇએ. જાણકારીની વાત કરો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે અમુક હદે
જવાબદાર છે. દેશની આમજનતા જોડે તેણે જનસંપર્ક કેળવ્યો નથી, એટલે બહુ ઓછા લોકો તેની વૃત્તિ અને પ્રવૃત્તિ અંગે જાણે છે. આ સ્થિતિમાં રાજકીય વિરોધીઓ તેના વિશે જે પણ વિપરિત પ્રચાર કરે તેને સમાચાર માધ્યમોમાં વધુ પ્રસિદ્ધિ મળે છે.
લોકો તે પ્રચારને લાંબે ગાળે હકીકત તરીકે સ્વીકારતા થાય
એમાં તેમનો વાંક નથી.
ઇ.સ. ૧૭૦૩માં ઔરંગઝેબના મૃત્યુ બાદ મોગલ સામ્રાજ્ય પડી ભાંગવા માંડ્યું, એટલે દક્ષિણ
ભારતના હૈદરાબાદનો બહોળો પ્રદેશ નિઝામના હાથમાં આવ્યો હતો. હિંદુ વસ્તી લગભગ ૯૦% હતી, જેને વટલાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. નિઝામ
ઉસ્માન અલી ૧૯૧૧માં સત્તાધીશ બન્યો એ પછી તો ધર્માન્તર
કરાવવાની પ્રવૃત્તિ ઝૂંબેશના ધોરણે ચાલી. નિઝામે સશસ્ત્ર રઝાકારોને એ માટે છૂટો દોર આપ્યો, હૈદરાબાદના મુખ્યત્વે હિંદુ વસ્તીવાળા તેલંગણામાં તો ઠીક, પડોશના મરાઠાવાડામાં પણ રઝાકારોએ આતંક ફેલાવી દીધો. અપહરણો તેમજ ખૂનો કર્યાં--અને તે રોજબરોજનો ક્રમ બન્યો.
મુસ્લિમ લીગનું રાજકીય જોર પણ ત્યારે વધી રહ્યું હતું. આથી કેશવ બલિરામ હેડગેવાર નામના મરાઠા આગેવાને હિંદુ કોમના એકીકરણ તથા હિતરક્ષણ માટે ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુર ખાતે સ્થાપના કરી. ભારતને આઝાદી મળ્યા પછી તો હૈદરાબાદને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી ચૂકેલા નિઝામના રઝાકારોનો આતંક હદપાર જવા લાગ્યો. મરાઠા પ્રદેશમાં સ્ત્રીઓ-બાળકોનાં અપહરણ માટે ઘૂસી આવતા રઝાકારો સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે કાર્યકરો મેદાને પડ્યા તેમાં નથુરામ ગોડસેનો અને ના૨ાયણ આપ્ટેનો પણ સમાવેશ થતો હતો નિઝામની જેલમાં તેમણે
કારાવાસ પણ વેઠ્યો હતો. પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યા છતાં તેના રૂપિયા ૫૫ કરોડ લેણા આપી દેવાની ગાંધીજીએ જીદ પકડી ત્યારે ગોડસેએ તેમની
હત્યા કરી--અને તે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને બદનામીનો ડાઘ લાગ્યો. નેહરુ સરકારે તેના પર
કાનૂની પ્રતિબંધ મૂકી દીધો.
હવે સમજવા જેવો મુદ્દો એ છે કે મુસ્લિમ લીગના નેતા મહમદ અલી ઝીણા પાકિસ્તાન જતા રહ્યા તે
પછી ભારતમાં રહી ગયેલા મુસ્લિમોનો એકેય નેતા ન હતો. આથી નેહરુએ આગેવાની લીધી અને શૂન્યાવકાશ પૂરી દીધો. આ ક્રમ ત્યાર પછી વારસાગત ચાલુ રહ્યો. દેશની ૮૧% પ્રજા હિંદુ, એટલે તે રખે.સંગઠિત થાય તો ચૂંટણીમાં જનસંઘ (ભાજપ) સામે એકેય પક્ષનો ગજ વાગે નહિ. પ્રતિષ્ઠિત સંસ્થા તેને સંગઠિત કરી શકે, પરંતુ સંઘને એવી પ્રતિષ્ઠા ન સાંપડે એ માટે વિરોધપક્ષો તેને કોમવાદી જાહેર કરતા રહ્યા. સંઘના રાજકીય અવતાર ભાજપને પણ એ જ મહોર લાગી. સાથોસાથ મીડિઆ બેયને માથે છાણાં થાપતું રહ્યું.
આ સ્થિતિને બદલવા જેટલી કુનેહ અને કોઠાસૂઝ સંઘમાં નથી તેમ ભાજપમાં પણ નથી.
કોંગ્રેસના શાસન દરમ્યાન પાંચ વ્યાપક કોમી રમખાણોમાં કુલ ૮,૧૧૮ લોકો માર્યા ગયા, જ્યારે ૨૦૦૨માં ગુજરાત ખાતે ગોધરાને પગલે ફાટી નીકળેલાં રમખાણોમાં મૃત્યુઆંક ૧,૧૬૯નો થયો--અને તે ભાજપના શાસનતંત્ર દરમ્યાનનો એકમાત્ર કિસ્સો છે. આંકડાફરક બહુ મોટો હોવા છતાં હાલનું આરોપી vs. ફરિયાદીનું જે પાત્રાલેખન ગોઠવાયું છે તેમાં સંઘની અને ભાજપની અણઆવડત છતી થયા વગર રહેતી નથી. આ વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતા : હિંદુઓ ભૂતકાળમાં કદી સંગઠિત નહોતા અને ભવિષ્યમાં ક્યારેય સંગઠિત થવાના નથી.
https://www.facebook.com/share/p/1DLW3PsXa9/

Gujarati Blog by Gautam Patel : 111958273
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now