દુઃખી ન થાતો એ પંખીડા, ઉડાન તું ભરતો રહેજે એ પંખીડા
સમય આવશે તારો પણ એક દિ', આકાશે ઉડીશ તું પંખીડા
દુઃખી ન થાતો એ પંખીડા
તું તારી શક્તિ થી નહીં પણ તારા મનોબળથી જીતીશ એ પંખીડા , સમય ભલે કહેતો કે તું નથી કંઈ કામનો પણ તારું કામ અને નામ તો કુદરતે રાખેલ છે પંખીડા, દુઃખી ન થતો એ પંખીડા
અત્યારે સમય તારો ખરાબ છે, પરંતુ આવનારો સમય નહીં પણ તારો દાયકો હશે પંખીડા..
અત્યારે તું ભટકી રહ્યો છે ઘર-ઘર, એક દી તારા ઘરે આવશે ઘણા પંખીડા દુઃખી ન થાતો એ પંખીડા...