ભારતીય સંગીત 🎶
ભારત માં છે એટલા વાજિંત્રો બીજા એકેય દેશમાં નથી. વિવિધતામાં પણ ભારતીય વાદ્યોનો જોટો નથી. સૌથી પ્રાચીન વાદ્યો પણ ભારતનાં છે એટલું જ
નહિ, પરંતુ સાહિત્ય, ધર્મ અને સામાજિક લોકજીવન સાથે તાણેવાણે ગૂંથાયેલાં છે.
મુરલી વિનાના શ્રીકૃષ્ણ, વીણા વિનાના સરસ્વતીજી અને
તંબૂરા વિનાના નારદ આપણે કલ્પી ન શકીએ. કેટલાંક વાજિંત્રોનાં તો નામો પણ ઘણા લોકોને અજાણ્યા લાગે તેમ છે -- જેમકે તાલિમા, વલ્લકી, મંગરિકા, નસતરંગ, ચિકારી, ભેરી વગેરે. આ દરેક વાજિંત્રને પોતાની આગવી સૂરપ્રતિભા છે. જાણીતાં વાદ્યોમાં પણ સામાન્ય લેખાય એવું વાદ્ય આખા ગીતને તારી જાય તેનો દાખલો મંજીરા છે.
ભારતીય વાજિંત્રોને ૪૮૪ જાતના રાગ-રાગિણીનો સાથ મળ્યો તેને લીધે પણ એ વાદ્યો કર્ણપ્રિય બન્યા છે. (પ્રત્યેક દીઠ ૧૦ થાટ પણ ગણતરીમાં લો તો સંખ્યા ૪૮૪
× ૧૦ = ૪,૮૪૦ થાય છે. ઉપરાંત ૨૨ શ્રુતિઓ ગણો તો આંકડો બહુ દૂર સુધી પહોંચે છે.) અમુક રાગમાં વળી પેટાપ્રકારો છે -- જેમ કે મલ્હારના પેટાપ્રકારો કુલ ૧૮ છે.
ભારતીય અસ્મિતાને પ્રદૂષિત
કરતી વાત એ કે દેશમાં વિવિધ જાતનાં વાજિંત્રો હોવા છતાં આજે
ફિલ્મી સંગીતનું સર્જન કરાતું નથી.
મેન્યુફેક્ચરિંગ કરાય છે. વાજિંત્રોનું
સ્થાન ઇલેક્ટ્રોનિ સિન્થેનાઇઝરે લીધું છે, જે ખુદ તો વાજિંત્ર છે જ નહિ.
ઇલેક્ટ્રોન પરમાણુઓ અવાજ પેદા કરે છે. અવાજ તો અવાજ છે. સંગીત નથી.
https://www.facebook.com/share/p/19QM5tjEzv/