Gujarati Quote in Religious by Gautam Patel

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Home

*કરમાબાઈ એ બનાવેલી ખીચડી જમવા પ્રભુ ધરતી પર આવ્યા* .

સતરમી સદીના પૂર્વાર્ધમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાના તાલુકાના કાલવા ગામમાં ખેડૂત ચૌધરી પરિવારમાં એક ભારતીય સ્ત્રી સંતરત્ન એવાં કરમાબાઈનો જન્મ થયો. પિતાનું નામ જીવણરામ ડુડી અને માતાનું નામ રતનીદેવી.
કરમાબાઈનાં માતા-પિતા બન્ને ખુબ ધાર્મિક અને કૃષ્ણ ભક્ત. ઘરમાં નાનકડું મંદિરીયું અને એમાં નાનકડી કૃષ્ણ પ્રતિમા. સવાર સાંજ પૂજન અર્ચન થાય. નાનકડી કરમા આ બધું જુએ. દરરોજ સાંજે માતા-પિતા ભગવાન કૃષ્ણને ખીચડો (ખીચડી)ધરાવીને આડો પરદો કરે ને થોડીવાર પછી પરદો હટાવી લે. ભગવાનને જમાડીને જ પછી જમવાનો આ ભલાં ભોળાં દંપતિનો નિત્યક્રમ. નાનકડી કરમા કાલીઘેલી ભાષામાં માબાપને પુછે, આ લુગડું કેમ આડું રાખો છો?
જો બેટા! ‘આ જમતી વખતે લાલાને શરમ ના લાગે આપણા કોઈની નજર ના લાગે એટલે…’ મા સરળ ભાષામાં જવાબ આપે.
કરમાં આઠેક વર્ષની થઈ ત્યારે માતા-પિતાએ જાત્રા કરવાનું નક્કી કર્યું. કરમાંને એના કાકા કાકીને સંભાળ રાખવાનું સોંપાયું. યાત્રાએ જતાં પહેલાં મા એ કરમાને કહ્યું, ‘જો બેટા કરમા, આ ભગવાનને ખીચડો જમાડીને જ જમજે હો’
એ તો કેમ ભુલું મા! કરમાએ ઉત્સાહિત ચહેરે જવાબ આપ્યો. મા બાપ જાત્રાએ નિકળી ગયાં.
https://www.facebook.com/share/p/tRKsNppTm4DV9QH6/

Gujarati Religious by Gautam Patel : 111956207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now