આજનાં જમાનામાં, પુખ્ત વયના લોકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધીનાં દરેકે દરેક લોકો,
એ વાત તો બહું સારી રીતે જાણે છે કે,
જીવનમાં સારુ શું, ને ખરાબ શું ?
છતાં હકિકત તો એ છે કે,
આપણામાંથી અસંખ્ય લોકોને એકબીજાના કડવા અનુભવો તો થતાં જ રહે છે.
આનો મતલબ એજ કે,
માણસાઈ, પ્રમાણિકતા, ભલમાનસાઈ, નીતિ, પરસ્પર પ્રેમ, લાગણી, લગાવ, એકબીજા પ્રત્યે સારી ભાવના, સચ્ચાઈ, આ બધાં શબ્દો એ લોકો માટે પેલાં કબાડીને ત્યાં પડેલ ભંગારથી વિશેષ કંઈ જ નથી.
પરંતુ એ લોકોને એટલી ખબર નથી કે,
પરમ કૃપાળુ પરમાત્મા બેઠો છે, જે એકજ ક્ષણમાં હતું નતું કરવાની તાકાત ધરાવે છે.
ને બીજું એ કે એ પ્રભુ કોઈને છોડતો નથી.
આજે નહીં તો કાલે,
એનાં દરબારમાં એ ખોટા લોકોને સાત પેઢી તો યાદ જરૂર જરૂરથી કરાવે જ છે.
માટે કોઈપણ સંજોગોમાં, કયારેય આપણે આપણી પ્રમાણિકતા, નીતિ, અને માણસાઈ છોડવી જોઈએ નહીં. ને આપણે આપણું સમગ્ર જીવન પ્રભુને નજર સામે રાખીને જીવવું જોઈએ.
તો પ્રભુનાં હજારે હાથ, હર હંમેશ માટે આપણી ઉપર રહેશે, રહેશે ને રહેશે જ🙏🏻👍🙏🏻