સ્ટોરી : રાતું પાન
--
હોળીનો દિવસ રંગોનો પર્વ હોય છે. પણ આ રંગો ખુશીઓના જ નથી હોતા. પ્રેમ, ખુશી અને આનંદની વિરૂદ્ધ પણ એક ભાવના છે: બદલાની. જેનો રંગ લાલ છે. અને આ વાર્તા એ જ લાલ રંગની છે.
અમીર વેપારીની ફેક્ટ્રી તેના અવસાન બાદ તેના મોટા દીકરાને ને મળશે કે નાનાને એ કોઈ જાણતું ન હતું. એવામાં હોળીના જ દિવસે એમનું અવસાન થયું. પણ વર્ષોથી ગુમસુમ રહેલો પ્રશ્ન ફરી જાગ્યો: ફેકટ્રી કોણ ચલાવે? પૈસા અને પોઝિશનનાં ગુમાનમાં બન્ને ભાઈ એક બીજાના દુશ્મન બન્યા.
એક દિવસે મોટા ભાઈએ નાના ભાઇના ઘરમાં બોમ્બ રાખી દીધો પણ ચતુર નાના ભાઈને એ વાતની ખબર પહેલા જ પડી ગઈ. બોમ્બ થયો ડીફ્યુસ અને મોટો ભાઈ થયો નિષ્ફળ. પણ આ નિષ્ફળતાથી થતા દુઃખની વિરુદ્ધ મોટા ભાઈના ઘરમાં બધાના મોઢા ઉપર મુસ્કાન હતી. હોળીના પાવન દિવસે, મોટા ભાઈને ત્યાં એક છોકરીનો જન્મ થયો હતો. જેને મળવા માટે મોટા ભાઈ હોસ્પિટલ પહોચ્યા અને ત્યાં તેને નાનો ભાઈ મળ્યો. જેના હાથમાં બંદૂક હતી. જેમાંથી મંદ મંદ ધુમાડો નીકળી રહ્યો હતો. મોટા ભાઈ અને નાના ભાઈની વચ્ચે, એ હોળીના દિવસે, વિશાળ વડવૃક્ષમાંથી એક પાન કરીને પડ્યું હતું, જેનો રંગ રાતો હતો.
---