મદહોશ કરતી કાયમ તારી કામણગારી આંખો,
રેગિસ્તાન હૈયું મારું , ક્ષિરસાગર સમી તારી આંખો...
પણ કોણ કહેશે પછી એને નાચતી નખરાડી ,
જો રડશે ચોધાર મારા વિરહમાં આ તારી આંખો...
બને તો એક કવિતા લખી દઉં એના પર આજે,
પણ ઓઢી ન લે શમણાઓની ચાદર તારી આંખો...
રહેશે સદા પ્રિતની રાહ પર પ્રતિક્ષિત બની,
નક્કી પિયુને શોધશે પાછી વળેલી વિહ્વળ તારી આંખો...
"કમલ" વ્યાજબી નહીં અનિમેષ તાકવું અનોખીપ્રિતમાં,
કંચન કાચની પૂતળી સમી એ તો પત્થર તારી આંખો...
- Kamlesh