Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈપણ મા-બાપને,
સંતાનમાં દિકરો હોય કે દીકરી
પછી એ મા-બાપ ગરીબ હોય, કે ધનવાન
એનાંથી કોઈ જ.... કોઈ જ..... ફેર પડતો નથી.
પરંતુ હા,
એ મા-બાપની પહેલી જવાબદારીમાં એટલું તો ચોક્કસથી
ને ફરજિયાત હોવું જોઈએ કે,
મનુષ્ય જીવન એટલે શું ?
ઘર-પરિવાર એટલે શું ?
સંબંધો એટલે શું ? ને
ઘરની માન મર્યાદા અને મોભો એટલે શું ?
આટલું તો પ્રત્યેક મા-બાપના સંતાનો સારામાં સારી રીતે સમજી પણ શકે,
ને એ પ્રમાણે જીવી પણ શકે,
એવાં સંસ્કારોનું સિંચન કરવું એ એમની માત્ર જવાબદારી જ નહીં, પરંતુ એમનું પહેલું કર્તવ્ય પણ હોય છે.
ને એ કર્તવ્યનું મા-બાપ જો યોગ્ય પાલન કરે, તો એ એમનાં અને એમના સંતાનનાં હિતમાં રહે છે.
ને એ સંસ્કારોનું સિંચન પણ ત્યાં સુધી કરે કે
પોતાનું સંતાન એમાં પરિપૂર્ણ ન થઈ જાય.
ને આ દરેક મા-બાપ માટે,
સૌથી પહેલું ને અત્યંત જરૂરી કર્તવ્ય હોવું હોવું ને હોવું જ જોઈએ,
જ્યાં સુધી પોતાનું બાળક તૈયાર ન થાય
ત્યાં સુધી તો એ મા-બાપનું આ એકજ કામ હોવું જોઈએ.
બાળકોને લડાવાતા લાડ, અને પ્યાર તો બીજા નંબરે આવે છે.
ને સંતાનોની જીદ સામે નમતું જોખવું,
કે પછી મા-બાપ તરફથી અપાતી આંધળી છુટ પણ....
બીજા કે ત્રીજા નંબરે આવે છે.
આ વાત મા-બાપે કયારેય ભૂલવી ના જોઈએ,
કેમકે......
એમની એ એક ભૂલ, આગળ જતાં,
એમને પોતાને, અને એમનાં સંતાનોને પણ
ખૂબજ ભારે પડી શકે છે.
ને એ લમણે હાથ ધરવાવાળો દિવસ,
બેદરકાર એવાં કોઈપણ વ્યકિતનાં જીવનમાં આવ્યા વગર રહેતો નથી.
હા લોકો કહે છે કે,
જમાનો બદલાયો છે,
તો ઓકે જમાનો બદલાયો છે,
ને એ વાત બાકી બધી બાબતોમાં સાચી પણ હશે,
કે પછી સાચી જ છે.
એમ છતાં,
એ વાતને મંજૂરી કયારેય ન આપી શકાય કે,
જમાનાની સાથે-સાથે,
બે માણસોનાં સંબંધમાં પણ બદલાવ આવે જ.
સંબંધો કોઈપણ હોય,
બાકી સંબંધો તો યુગોયુગોથી ઉપરવાળો,
હજાર હાથવાળો નક્કી કરતો આવ્યો છે, ને યુગોયુગો સુધી નક્કી કરતો રહેશે,
માટે આપણી પહેલી જવાબદારી તો એ જ આવે છે કે,
આપણે એ સંબંધોને કોઈપણ ભોગે સાચવીએ,
ને એનાં માટે સંપૂર્ણ સમર્પણની ભાવના હોવી એ પણ અત્યંત જરૂરી ને આવશ્યક છે.
તમે જરા આંખ ખોલીને જુઓ, કે
આ સમય સાક્ષી છે જ કે,
આ બાબતે સંબંધોમાં જે જે લોકોએ પોતાના સંબંધને આડે લાલચને સ્થાન આપ્યું છે,
એ અંતે તો દુઃખી જ થયા છે.
પોતાનાં સ્વાર્થ માટે, કોઈને અંધારામાં રાખીબે,
કોઈને છેતરીને, કે પછી
કોઈની સાથે દગો કરીને, કોઈજ સુખી થયું નથી.
ને એનાં ઓછામાં ઓછાં પાંચ થી દસ ઉદાહરણ તો પૃથ્વી પરના દરેક જીવિત વ્યકિત પાસે એની આજુબાજુમાં જ અનુભવેલા હશે.
એમાં કોઈ મીન મેખ નથી.
વધું પછી ક્યારેક
પરંતુ આની સાથે સાથે એ વાત પણ માનવી રહી કે,
"તાળી કયારેય એક હાથથી ના પડે"
જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો માણસ આ ના સમજે
ત્યાં સુધી આપણે વહેલાં કે મોડા
નાના કે મોટા દુઃખોથી સંપૂર્ણ મુક્તિ મળવ એવું માની લેવું....
એ આપણી એક ભૂલ માત્ર છે, બીજું કંઈ નહીં 🙏🏻🙏🏻🙏🏻

Gujarati Motivational by Shailesh Joshi : 111954123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now