આ પાનનું આખુ આયખું લીલાથી પીળું
ને તારી યાદોની ભીનાશ હૃદયથી આંખ
કોઈક આકાશ હશે તેના પ્રકાશ ના દ્વારે
ને મારાં હૃદયના દ્વારે હંમેશા રહે અંધકાર
એતો પવનને આવકારે નૃત્યના આલિંગને
ને મારા જીવન નૃત્યને મળતો સદૈવ તાપ
એને તૂટવું ડાળીથી ને ધરતીમાં સમાવવું
ને તારી યાદોને હંમેશનો ભીનાશનો ઘેરાવ