વાત કંઇક એમ બની કે સવાર નો સમય હતો, રોજ ની જેમ હું અને મારી મિત્ર ટ્યુશન માં ચાલીને જતા હતા. જેમ રોજ અજાણ્યા લોકો ના ચેહરા થી રૂબરૂ થઈએ એની જેમ જ તે દિવસે પણ એક વૃદ્ધ બા સામેથી ચાલ્યા આવતા હતા. નવીન કઈ જ નહતું, પણ જ્યારે એમને દૂર થી આવતા હતા ત્યારે કોઈ ઓળખીતાને જોતા હોય એવું લાગ્યું. જ્યારે સાવ નજીક આવ્યા ત્યારે બસ એક નાનકડું સ્મિત આપી ને ગાલ ઉપર વ્હાલથી સ્પર્શ કરીને ચાલ્યા ગયા.ના તો કઈ બોલ્યા કે ના કઈ બીજું...
કોઈ અજાણ્યા માણસના આવા વર્તન થી ૨ સેકન્ડમાં ૨૦૦ સવાલ ઉભા થઇ ગયા પણ સાથે સાથે એ સ્મિત આખો દિવસ યાદ રહ્યું! યાદ રહ્યું એનું કારણ માત્ર એટલું જ કે ક્યારેક કોઈ ના માત્ર એક સ્મિત કે કેમ છો પૂછવા થી જ ઘણી બધી ચિંતા,થાક કે ગુસ્સો ગાયબ થઈ જાય છે...