Gujarati Quote in Thought by Gautam Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાઠી ઘોડા
પૌરાણિક કથા અનુસાર દેવોએ તથા દાનવોએ સમુદ્રમંથન
કર્યું ત્યારે કામધેનુ, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ અને
પાંચજન્ય શંખ સહિત ૧૪ રત્નો નીકળ્યાં હતાં.
ઉચ્ચૈઃશ્રવા નામનો ઘોડો પણ નીકળ્યો હતો. ઇન્દ્રરાજાએ તે પોતાના માટે રાખી લીધો. આ પૌરાણિક કથાને નરી કલ્પના માનનારા ઘણા લોકો આજે મળી આવે, પરંતુ
ઘોડો પાણીદાર તેમજ સમજુ પ્રાણી હોવાનું તો
સૌએ કબૂલવું પડે તેમ છે.
વિશ્વમાં ઘોડાની શ્રેષ્ઠ જાતોમાં અરબી ઘોડાનું
સ્થાન આગળ પડતું લેખાય છે. આરબો ઘોડાના
વંશવેલાની વ્યવસ્થિત નોંધ રાખતા અને તે ધારો
તેમણે બેએક હજાર વર્ષ સુધી જાળવ્યો. પ્રાચીન સમયમાં મૂળ પાંચ જાતવાન ઘોડા હોવાનું મનાય
છે. અરબી ઘોડાનો વંશવેલો તેમના દ્વારા પાંગર્યો. વિશ્વના ઘણા દેશોમાં સારી ઓલાદના વછેરા મેળવવા ઘોડીઓના.ટોળા સાથે શુધ્ધ અરબી લોહી ધરાવતો નર ઘોડો રાખવાનો ધારો છે. અરબી ઘોડા દ્વારા
પેદા થયેલા વછેરાને તેની શક્તિ, સમજદારી, ખડતલપણું, ઝડપ વગેરે ગુણો આનુવંશિક રીતે મળે છે. અરબી ઘોડાનું લોહી ધરાવતી પ્રસિધ્ધ ઓલાદ
કાઠી છે. હવે તે લુપ્ત થવા બેઠી છે. ગુજરાત સરકારના દાવા
મુજબ સંખ્યા ૬,૫૦૦ જેટલી છે, પરંતુ આંકડો માનવા જેવો નથી. વળી તેમાં શુધ્ધ નસ્લના કેટલા તે કહેવું મુશ્કેલ છે.
https://www.facebook.com/share/p/xG4gsRdmkfdvLMiT/

Gujarati Thought by Gautam Patel : 111952983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now