એવી ને એવી જ છે,
મોસમ મસ્તાની, આજ પણ...
છે ,ફૂલોની ફોરમ સુહાની આજ પણ ...
તે છતાં નથી એ મનમાં ઉમંગ કાલ જેવો ,
છે હજુ એ કલમ કાગળની દીવાની આજ પણ....
તરો તાજા છે હવા ,છે હવાની રવાની આજ પણ ...
મારા શબ્દોમાં છલકાય સનમ,
તારી કહાની આજ પણ ...
.નથી તાજગી કાલ જેવી ફૂલમાં ,
એ તો કરમાઈ ગયું તે છતાં ,
ફોરમ ફૂલની ,મહેકાણી આજ પણ....