મારી યાદોમાં સમાયેલું...
તારું અડધુંક ચોમાસું...
હજીયે, અકબંધ છે મારી પાસે !
કદાચ,
તને એની જરૂર પણ નથી.. હવે !
છતાંય,
રોજ સવારે, મારું મતવાલું મન !
હજીયે...
ભટકે છે,
તને એ પરત કરવા !
અને રાત પડતાં જ,
વરસી પડે છે મુજમાં !,
મૌસમ-કમૌસમ, ભીંજવે છે મુજને !
તારું... એ અડધુંક ચોમાસું !
PRAHET