"બાળપણ નું ભોળપણ"
કાલી ઘેલી વાતોમાં વીત્યું બાળપણ બહુ મજાનું,
ભોળપણના સસ્મરણોનુ નાનપણ યાદ અપાવતું બાળક બહુ મજાનું..!
રખડપટ્ટી ને ધીંગા મસ્તી માં વીત્યું બાળપણ બહુ મજાનું,
એક બીજાને ખો ખો દેવામાં દાવ આપતું બાળક બહુ મજાનું..!
ચકરડી ને ભમ્મરડાની ચકરાવે વીત્યું બાળપણ બહુ મજાનું,
લખોટી ને પાચીકાની રમતમાં ગોળ ગોળ ફરતું બાળક બહુ મજાનું..!
ધુળના ઢેફામાં કુદતું ઠેકતું પછડાત ખાતું બાળપણ બહુ મજાનું,
મંદિરના ઝાલર ટાણે સંખ માટે લડતું બાળક બહુ મજાનુઁ..!
દાદા દાદીના હાથનો ટેકો બનતું બાળપણ બહુ મજાનું,
રોતું આખડતું પાછું ખંખેરી ઉભું થતું બાળક બહુ મજાનું..!
એકમેંકની ભાઈબંધીમાં લડતું ઝઘડતું બાળપણ બહુ મજાનું,
નાની નાની વાતોમાં રિહાઈ જતું, ધુળના ઢગલામાં ખોવાઈ જતું બાળક બહુ મજાનું..!
મદારીના ખેલ જોવા છાનું માનું ઘરેથી ભાગી જતું બાળપણ બહુ મજાનું,
મદારીના સાપ ને દુધ પીવડાવા ઘરનું બોઘેણું ખાલી કરતું "સ્વયમ'ભુ" બાળક બહુ મજાનું.
કાલી ઘેલી વાતોમાં વીત્યું બાળપણ બહુ મજાનું..!
- અશ્વિન રાઠોડ - સ્વયમ'ભુ