લાવ ને હાથ પકડવા દે એવું કહેવું તમારું યાદ છે
હું અપલક નજરે જોતી રહી એ વાત મને યાદ છે
થોડી શરમાળ પ્રકૃતિ નું હું એક અચરજતા સાથે તમને જોઈ રહી
આંખો ને આંખો મળી પરવાનગી આપી રહી
એ પ્રથમ તમારું સ્પર્શવું ને ધબકારા નો વેગ યાદ છે
એ સુંવાળા સ્પર્શ ની વ્યાખ્યા ક્યા કરવી મારે
એ વર્ષો જૂનું દ્રશ્ય કાલે જ ભજવાયું હોય એમ યાદ છે
હાથ ધ્રૂજતા મેં ક્યાંક થોડો હાથ છોડાવ્યો હતો
એ ફરી મજબૂતાઈ થી તમારું હાથ પકડવું યાદ છે
_ ❤️ લાગણી ના સરનામે