Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કીર્તન સાથે કરતાલ સંભળાય એવો એ નરસિંહ.
શેષશાયી હરિવર જાગી જાય એવો એ નરસિંહ.
પોતે જાગેને જગતને જગાડે પ્રભાતિયાંના સૂરથી,
હૈયેથી હરિ પ્રત્યે હેત ઊભરાય એવો એ નરસિંહ.
પ્રભાતનાં પહોરમાં નરસિંહનાદે જડચેતન જાગતાં,
અનુસંધાન પરમેશથી ત્યાં થાય એવો એ નરસિંહ.
ના આધિ, વ્યાધિ કે ઉપાધિ એને કદી પણ થનારી,
સુકાન શ્રીહરિને જ્યાં સોંપાય એવો એ નરસિંહ.
રાસલીલાની રંગતમાં મગ્ન થતાં દેહભાન વિસરાય,
સળગતા હાથની વેદના ભૂલાય એવો એ નરસિંહ.
શામળવિવાહ કે મામેરું હોય કુંવરબાઈનું ગાજતું,
તોય નિષ્ફીકર થૈને હરિ ભજાય એવો એ નરસિંહ.
કામ કરવા ખુદ શ્રીપતિ આવે ખામી ના કશી દેખાય,
ધન્ય ધન્ય એની ભક્તિ ગણાય એવો એ નરસિંહ.
હોય શ્રાદ્ધ પિતાનું કે પછી માણેક વિદાયનો પ્રસંગ,
જલકમલવત્ એનાથી વરતાય એવો એ નરસિંહ.
ઊંચનીચના ભેદ તજીને હરિભજન વાસમાં કરતા,
સમદ્રષ્ટિ જેના વર્તનમાં પરખાય એવો એ નરસિંહ.
અગનકસોટી થૈ કેવી જ્યાં માંડલિક રોષના ભોગે,
કેદારરાગે પ્રભુથી હાર પહેરાવાય એવો એ નરસિંહ.
ઉષાકાળે રાહ જોતો કુંડ દામોદર ક્યારે પગલાં થાય,
હરિભક્તો ઈશથી અધિક મનાય એવો એ નરસિંહ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111949073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now