૩) કર્મયોગ થી જ્ઞાનયોગ
એકપળ પણ તું નહીં રહી શકે કર્મ કર્યા વિના,
આ મારી જ લીલા છે અને એ અપાર અનંત છે.
રજો ગુણી થઈ તું કર્મ ના કર એ મારો જ સંદેશ,
મને મળવામાં એ તને હમેશા પાછળ મૂકી રાખશે.
શરીર થી પર છે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો થી પર છે મન,
મનથી પર બુદ્ધિ, બુદ્ધિ થી પર અવિનાશી આત્મા.
કર્મ ફળથી બંધાયા વિના આત્માને અલિપ્ત રાખ,
મને અર્પણ કરી બધુજ કર્મ તું હું માં મળી હું થા.
ધબકાર...